શૂન્ય
છું એક શૂન્ય હું
પણ કરી શકું ઘણું હું,
બની શકું સર્જન હું
કોઈ ચાહત ભર્યા સર્જક નું.
ઘડી જયારે સૃષ્ટિ પ્રભુએ
તે પહેલા હતો શૂન્યાવકાશ,
શૂન્યમાંથી સર્જન કર્યું
પ્રભુએ પ્રેમને સાથ.
સર્જન એતો શિશુ મારું
હું શૂન્ય તેનો તાત,
લગન અને નિશ્ચય હોય
તો મળે પ્રભુનો સાથ
- By adolescent Me

